વારસદારના નક્કી કરેલા ભાગ તેમને આપો, ફરી જે કંઈ બાકી રહે, તે મૃતકના સૌથી નજીકના સંબંધી પુરુષ (વારસદાર) માટે છે

વારસદારના નક્કી કરેલા ભાગ તેમને આપો, ફરી જે કંઈ બાકી રહે, તે મૃતકના સૌથી નજીકના સંબંધી પુરુષ (વારસદાર) માટે છે

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વારસદારના નક્કી કરેલા ભાગ તેમને આપો, ફરી જે કંઈ બાકી રહે, તે મૃતકના સૌથી નજીકના સંબંધી પુરુષ (વારસદાર) માટે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વારસાનો માલ વિભાજીત કરનારને આદેશ આપી રહ્યા છે કે તે વારસાનો માલ ન્યાયપુર્વક, શરીઅત પ્રમાણે વિભાજીત કરે, જેથી તે ભાગીદારો જેમના ભાગ અલ્લાહની કિતાબ (કુરઆન)માં નક્કી કરવામાં આવ્યા છે, તેમને તેમના ભાગ આપવામાં આવે, તે ભાગ નીચે મુજબ છે: બે તૃતીયાંશ, એક તૃતીયાંશ, છઠ્ઠો ભાગ, અડધો ભાગ, ચોથો અને આઠમો ભાગ, ત્યાર પછી જે કંઈ બચે તેને નજીકના પુરુષ સંબંધીઓને આપવામાં આવશે, જેમને અસ્બા (જેમનો કોઈ ભાગ કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવ્યો ન હોય) કહે છે.

فوائد الحديث

આ હદીષ વારસાનો માલ વિભાજીત કરવા બાબતે એક સિદ્ધાંતનું સ્થાન ધરાવે છે.

વારસાના ભાગનું વિભાજન એવા લોકોથી શરૂ થાય છે, જેઓ વારસાના ભાગ માટે હકદાર છે.

વારસાનો જે માલ બચી જાય, તે અસ્બા (તે લોકો જેમનો કોઈ ભાગ કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવ્યો નથી) નો છે.

નજીકના સંબંધીને પ્રાધાન્ય આપવું, જેથી દૂરના સંબંધી જેમકે કાકા, નજીકના સંબંધી અસ્બા જેમકે પિતા હોવાના કારણે વારસદાર બનતા નથી.

જ્યારે નક્કી કરેલ ભાગને ભાગદારોને આપ્યા પછી જો માલ ખતમ થઇ જાય અને કંઈ ન બચે તો અસ્બા રૂપે સંબંધીઓને કંઈ પણ આપવામાં નહીં આવે.

التصنيفات

મૈયતના ખૂબ જ નજીકના સંબંધી