હું હોઝ પાસે હાજર રહીશ અને જોઇશ કે કોણ મારી પાસે આવે છે, ફરી અમુક લોકોને મારાથી અલગ કરી દેવામાં આવશે, હું કહીશ, હે…

હું હોઝ પાસે હાજર રહીશ અને જોઇશ કે કોણ મારી પાસે આવે છે, ફરી અમુક લોકોને મારાથી અલગ કરી દેવામાં આવશે, હું કહીશ, હે પાલનહાર ! આ લોકો મારા જ માણસો છે અને મારી કોમના લોકો છે

અસ્મા બિન્તે અબુ બકર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «હું હોઝ પાસે હાજર રહીશ અને જોઇશ કે કોણ મારી પાસે આવે છે, ફરી અમુક લોકોને મારાથી અલગ કરી દેવામાં આવશે, હું કહીશ, હે પાલનહાર ! આ લોકો મારા જ માણસો છે અને મારી કોમના લોકો છે, મને કહેવામાં આવશે, શું તમે જાણો છો ખરા કે તમારા ગયા પછી આ લોકોએ કેવા અમલ કરવાની શરૂઆત કરી? અલ્લાહની કસમ ! આ લોકો પોતાની એડીઓ પર પાછા ફરશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે તેમની પાસે કયામતના દિવસ એક હોઝ હશે, જેથી જોઈ લે કે તેમની કોમના કેવા લોકો તે હોઝ તરફ આવે છે, અને કેટલાક લોકોને આપ ﷺ ની નજીકથી પાછા ફેરવી દેવામાં આવશે, તો નબી ﷺ કહેશે: હે મારા પાલનહાર ! આ મારા માણસો છે અને મારી કોમના કોકો છે, તો નબી ﷺ ને કહેવામાં આવશે: શું તમે જાણો છો તમારા પછી આ લોકોએ કેવા અમલ કરવાની શરૂઆત કરી? અલ્લાહની કસમ ! આ લોકો પીઠ ફેરવી પાછા ફરી ગયા, આ લોકો ઇસ્લામથી ફરી ગયા, એટલા માટે આ લોકો ન તો તમારા માંથી અને ન તો તમારી કોમ માંથી છે.

فوائد الحديث

પોતાની કોમ માટે આપ ﷺ ની ઉદારતા અને તેમના માટે (નેઅમતોની પ્રાપ્તિ માટે) ઉત્સુકતા.

નબી ﷺ ની સુન્નત અને તેમના તરીકાથી વિરોધ કરવાનું પરિણામ.

આપ ﷺ એ પોતાની સુન્નત પર મજબૂતી સાથે અડગ રહેવાનો આદેશ આપ્યો છે.

التصنيفات

આખિરતના દિવસ પર ઈમાન, આખિરતનું જીવન, ઈમાનની શાખાઓ