?હે બિલાલ ! નમાઝ માટે ઈકામત કહો અને અમને આરામ પહોંચાડો

?હે બિલાલ ! નમાઝ માટે ઈકામત કહો અને અમને આરામ પહોંચાડો

સાલિમ બિન અબીલ્ જઅદે કહ્યું: એક વ્યક્તિએ કહ્યું: કાશ કે હું નમાઝ પઢી લેતો તો મને શાંતિ મળી જાત, તો લોકોએ તેને ઠપકો આપ્યો કે આ વ્યક્તિ તો નમાઝને તકલીફ સમજે છે, તો તેણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «હે બિલાલ ! નમાઝ માટે ઈકામત કહો અને અમને આરામ પહોંચાડો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

સહાબાઓ માંથી એક વ્યક્તિએ કહ્યું: કાશ કે હું નમાઝ પઢી લેતો તો મને શાંતિ મળી જાત, તેની આજુબાજુ અન્ય સહાબાઓએ સાંભળ્યું તો તેને ઠપકો આપવા લાગ્યા, તો તેણે કહ્યું કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા કે આપ ﷺ બિલાલ ! રઝી અલ્લાહુ અન્હુને કહી રહ્યા હતા, હે બિલાલ ! ઉઠો અને નમાઝ માટે અઝાન અને ઈકામત કહો, જેથી કરીને અમને શાંતિ મળે, એટલા માટે કે તેમાં અલ્લાહથી આજીજી સાથે દુઆઓ અને રુહ તેમજ દિલને રાહત મળે છે.

فوائد الحديث

દિલની શાંતિ નમાઝમાં છે; કારણકે તેમાં અલ્લાહ પાસે દુઆઓ અને પોતાની માગણીનો સવાલ કરવામાં આવે છે.

જે લોકો ઈબાદતને પોતાના ઉપર ભાર સમજતા હોય તો તેમનો ઇન્કાર.

જે લોકો વાજિબ ઈબાદત અદા કરતા હોય છે અને પોતાની જવાબદારી સંપૂર્ણ નિભાવતા હોય છે તો તે લોકોને તેના કારણે રાહત અને શાંતિનો એહસાસ થતો હોય છે.

التصنيفات

નમાઝની મહ્ત્વતા, નમાઝની મહ્ત્વતા, અઝાન અને ઇકમત, અઝાન અને ઇકમત