જે વ્યક્તિએ અલ્લાહને છોડીને અન્યની કસમ ખાધી તો તેણે કુફ્ર કર્યું અથવા શિર્ક કર્યું

જે વ્યક્તિએ અલ્લાહને છોડીને અન્યની કસમ ખાધી તો તેણે કુફ્ર કર્યું અથવા શિર્ક કર્યું

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી. વર્ણન કરે છે કે તેમણે એક વ્યક્તિને કહેતા સાંભળ્યો: ના, કઅબાની કસમ !, તો ઈબ્ને ઉમર રઝી. એ કહ્યું: અલ્લાહ સિવાય કોઇની કસમ ખાવામાં ન આવે, કારણકે મેં નબી ﷺ કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિએ અલ્લાહને છોડીને અન્યની કસમ ખાધી તો તેણે કુફ્ર કર્યું અથવા શિર્ક કર્યું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિએ અલ્લાહ, અને તેના નામો અને ગુણોને છોડી અન્યની કસમ ખાધી તો તેણે અલ્લાહ સાથે કુફ્ર કર્યું અથવા શિર્ક કર્યું, કારણકે કોઈ પણ વસ્તુની કસમ ખાવાનો અર્થ એ છે કે તેને મહાન સમજવામાં આવી રહી છે, જ્યારે કે દરેક પ્રકારની મહાનતા ફક્ત અલ્લાહ માટે જે છે, કસમ અલ્લાહની અને તેના નામો અને ગુણોની ખાવામાં આવશે. અને અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવી એ શિર્કે અસગર ગણાશે; પરંતુ જો કસમ ખાનાર વ્યક્તિ જેની કસમ ખાઈ રહ્યો હોય તેને મહાન સમજી કસમ ખાય અથવા તેને અલ્લાહ કરતાં પણ વધુ મહાન સમજે, તો તે સમયે તેને શિર્કે અકબર કર્યું ગણવામાં આવશે.

فوائد الحديث

ખરેખર કસમ વડે સન્માન ફક્ત અલ્લાહ માટે જ છે, એટલા માટે કસમ ફક્ત અલ્લાહ તથા તેના નામો અને ગુણોની જ ખાવામાં આવે.

આ હદીષમાં સહાબાઓમાં નેકીનો આદેશ આપવા અને બુરાઈથી રોકવા બાબતે ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે, ખાસ કરીને જ્યારે બુરાઈ વાળું કામ શિર્ક અથવા કુફ્ર હોઇ.

التصنيفات

શિર્ક