કોઈ એવો વ્યક્તિ, જેને અલ્લાહ તઆલા કોઈ પ્રજાનો જવાબદાર બનાવે છે, અને તે એ સ્થિતિમાં મૃત્યુ પામે છે કે તેણે તેમની…

કોઈ એવો વ્યક્તિ, જેને અલ્લાહ તઆલા કોઈ પ્રજાનો જવાબદાર બનાવે છે, અને તે એ સ્થિતિમાં મૃત્યુ પામે છે કે તેણે તેમની સાથે ધોખો કર્યો હશે, તો અલ્લાહ તેના માટે જન્નત હરામ કરી દે છે

મઅકિલ બિન યસાર અલ્ મુઝની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ એવો વ્યક્તિ, જેને અલ્લાહ તઆલા કોઈ પ્રજાનો જવાબદાર બનાવે છે, અને તે એ સ્થિતિમાં મૃત્યુ પામે છે કે તેણે તેમની સાથે ધોખો કર્યો હશે, તો અલ્લાહ તેના માટે જન્નત હરામ કરી દે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ ﷺ એ તે દરેક વ્યક્તિ માટે જેને અલ્લાહ તઆલાએ કોઈ જવાબદાર બનાવ્યો હોય અને લોકોની જવાબદારી સોંપવામાં આવી હોય, આ જવાબદારી સામાન્ય હોય કે ખાસ, સામાન્ય જેવું કે લોકોના અમીર, અથવા ખાસ જવાબદારી જેવી કે માણસ પર તેના ઘરની જવાબદારી, સ્ત્રી પર તેના ઘરની જવાબદારી, પોતાના હેઠળ લોકોની જવાબદારી સારી રીતે નિભાવી ન શકે, તેમને ધોખો આપે, તેમને નસીહત ન કરી શકે, તેમના દીન અને દુનિયાના અધિકાર વેડફી નાખે, તો તે વ્યક્તિ હદીષમાં વર્ણવેલ સખત સજાનો હકદાર બનશે.

فوائد الحديث

આ હદીષ ઉચ્ચ અફસર ને તેમના નાયબો (ઉત્તરાધિકારી) માટે ખાસ નથી, પરંતુ આ હદીષ પ્રમાણે પોતાના હેઠળ કામ કરવા વાળા તે લોકો પણ આવે છે, જેમની હેઠળ અલ્લાહ તઆલા એ કામ કરનારાઓની જવાબદારી સોંપી હોય.

તે દરેક વ્યક્તિ માટે જરૂરી છે, જેને મુસલમાનોના સામાન્ય કામોની જવાબદારી સોંપવામાં આવી હોય, કે તે તેમને નસીહત કરે, તેમની અમાનત પુરી કરવા માટે પ્રયત્ન કરે અને તે ખિયાનત (દગો) કરવાથી બચે.

લોકોનો જવાબદાર વ્યક્તિ ખાસ હોય કે સામાન્ય, નાનો હોય કે મોટો દરેકને પૂછપરછ કરવામાં આવશે તેની મહત્ત્વતા.

التصنيفات

શરીઅત નીતિ