મુનાફિકનું ઉદાહરણ તે બકરી જેવું છે જે બકરીઓના બે ટોળાં વચ્ચે ચાલી રહી હોય, ક્યારેક તે દોડી એક તરફ જતી હોય છે તો…

મુનાફિકનું ઉદાહરણ તે બકરી જેવું છે જે બકરીઓના બે ટોળાં વચ્ચે ચાલી રહી હોય, ક્યારેક તે દોડી એક તરફ જતી હોય છે તો ક્યારેક બીજા તરફ

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ ﷺ એ કહ્યું: «મુનાફિકનું ઉદાહરણ તે બકરી જેવું છે જે બકરીઓના બે ટોળાં વચ્ચે ચાલી રહી હોય, ક્યારેક તે દોડી એક તરફ જતી હોય છે તો ક્યારેક બીજા તરફ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ મુનાફિકનું ઉદાહરણ એક બકરી દ્વારા આપ્યું છે, જે નક્કી નથી કરી શકતી કે તેણે બકારીઓના બે ટોળાં માંથી ક્યાં ટોળાંનું અનુસરણ કરવાનું છે, ક્યારેક તે એક ટોળાં તરફ જતી હોય છે તો ક્યારેક તે બીજા ટોળાં પાસે જતી હોય છે, એવી જ રીતે મુનાફિક લોકો ઈમાન અને કુફ્ર વચ્ચે મુંઝવણમાં હોય છે, તેથી તેઓ જાહેરમાં અને બાતેનમાં ન તો મોમિનો સાથે હોય છે અને ન તો કાફિરો સાથે, પરંતુ જોવા જઈએ તો ખરેખર જાહેરમાં તો તેઓ મોમિનો સાથે હોય છે પરંતુ આંતરિક રીતે મુંઝવણમાં હોય છે, એટલા માટે ક્યારેક તેઓ આ બાજુ ફરતા હોય છે તો ક્યારેક બીજી બાજુ ફરતા હોય છે.

فوائد الحديث

આપ ﷺ નો તરીકો કે આપ અર્થ સમજાવવા માટે ક્યારેક ઉદાહરણો આપી સમજાવતા હતા.

મુનાફિક લોકોની સ્થિતિ કે તેઓ મુંઝવણ તેમજ શંકામાં પડેલા હોય છે, અને તેઓ અડગ નથી રહેતા.

મુનાફિકની સ્થિતિથી બચવું જોઈએ અને ઈમાન પ્રત્યે જાહેર તેમજ બાતેન બંને રીતે સાચા અને મજબૂત હોવું જોઈએ.

التصنيفات

નિફાક