إعدادات العرض
ન તો (શરૂઆતમાં) કોઈને નુકસાન પહોંચાડવું માન્ય છે અને ન તો બદલામાં કોઈને નુકસાન પહોંચાડવું જાઈઝ છે
ન તો (શરૂઆતમાં) કોઈને નુકસાન પહોંચાડવું માન્ય છે અને ન તો બદલામાં કોઈને નુકસાન પહોંચાડવું જાઈઝ છે
અબૂ સઇદ સઅદ બિન્ માલિક બિન્ સિનાન ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ન તો (શરૂઆતમાં) કોઈને નુકસાન પહોંચાડવું માન્ય છે અને ન તો બદલામાં કોઈને નુકસાન પહોંચાડવું જાઈઝ છે».
[હસન] [رواه ابن ماجه والدارقطني وغيرهما مسندًا]
الترجمة
العربية Español አማርኛ English اردو Indonesia বাংলা Français Türkçe Русский Bosanski සිංහල हिन्दी 中文 فارسی Tiếng Việt Tagalog Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் မြန်မာ ไทย Deutsch پښتو অসমীয়া Shqip Nederlands Кыргызча नेपाली Lietuvių دری Српски тоҷикӣ Kinyarwanda Magyar Čeština Moore Malagasy Oromoo ಕನ್ನಡ Wolof Azərbaycan O‘zbek Українська ქართული Македонски ភាសាខ្មែរ Bambara ਪੰਜਾਬੀ मराठी Kirundi Kurmancî Bahasa Melayuالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ન તો પોતાને નુકસાન પહોંચાડવું જાઈઝ છે અને ન તો બીજા કોઈનું નુકસાન કરવું જાઈઝ છે, પોતે પોતાને નુકસાન કરવાથી બચવું જોઈએ અને બીજાને પણ નુકસાન પહોંચાડવાથી બચવું જોઈએ, બન્ને વાતો જાઈઝ (માન્ય) નથી. કોઈના માટે પણ નુકસાનના બદલે નુકસાન પહોંચાડવું જાઈઝ નથી; કારણકે નુકસાનને નુકસાનથી દૂર નથી કરી શકતા, ફક્ત કિસાસ (બદલા) રૂપે, અને તે પણ તે વખતે જાઈઝ છે કે અત્યાચાર કરવામાં ન આવે.فوائد الحديث
બરાબર કરતા વધારે બદલો લેવા પર રોક.
અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓને કોઈ પણ નુકસાનકારક વસ્તુઓ નો આદેશ નથી આપ્યો.
આ હદીષ નુકસાન બાબતે એક મૂળ કાયદો ધરાવે છે, નુકસાન વાતો દ્વારા હોય અથવા કર્મથી અથવા તેને છોડીને.
શરીઅતનો મૂળ કાયદો: શરીઅત નુકસાન પહોંચાડવાનો યોગ્ય નથી સમજતી, અને નુકસાન પહોંચાડવાનો ઇન્કાર કરે છે.
