યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તેઓએ તેમના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનાવી લીધી

યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તેઓએ તેમના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનાવી લીધી

આયશા રઝી અલ્લાહુ અન્હા અને અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા બંને રિવાયત કરે છે, અને કહે છે: જ્યારે નબી ﷺ નો (મૃત્યુનો) સમય નજીક આવ્યો, તો આપ એક ચાદર પોતાના મોઢા પર ઓઢી લેતા અને જ્યારે જીવ ઘભરાવવા લાગતો તો તેને મોઢા પરથી હટાવી દેતા, અને આ શબ્દો કહેતા: « યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તેઓએ તેમના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનાવી લીધી», આપ લોકોને તેમનું અનુસરણ કરવાથી સચેત રહ્યા હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આયશા રઝી અલ્લાહુ અન્હા અને ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા બંનેએ અમને જણાવ્યું, તે બંને નબી ﷺ ના મૃત્યુના સમયે તેમની પાસે હાજર હતા, અને આપ પોતાના ચહેરા પર કપડાનો ટુકડો રાખતા, અને જો મૃત્યની તકલીફના કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જતું, તો આપ ચહેરા પરથી તે કપડાંને હટાવી દેતા, આવી સખત પરિસ્થિતિમાં પણ નબી ﷺ એ કહ્યું: યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય અને તેઓ અલ્લાહની રહેમતથી દુર થઇ જાય, એટલા માટે કે તેઓએ પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાનું મથક બનાવી દીધું, જો આ ગુનાહની ગંભીરતા ન હોત તો નબી ﷺ એ આ પરિસ્થિતિમાં આ વસ્તુનો ઉલ્લેખ કર્યો ન હોત, એટલા માટે નબી ﷺ એ પોતાની કોમને આ પ્રમાણે કરવાથી રોક્યા છે, કારણકે આ યહૂદી અને નસ્રાનીઓનો તરીકો છે, જે અલ્લાહ સાથે શિર્કનું સૌથી મોટી કારણ બની શકે છે.

فوائد الحديث

પયગંબરો અને સદાચારી લોકોની કબરોને સિજદા માટે મથક બનાવવા પર રોક લગાવવી જ્યાં લોકો એવું સમજી નમાઝ પઢતા હોય છે કે અમે તો અલ્લાહ માટે નમાઝ પઢી રહ્યા છે, (અર્થાત્ કોઈ પણ સ્થિતિ અને કોઈ પણ નિયતથી કબરો પર નમાઝ પઢવાથી રોક્યા છે); કારણકે તે શિર્કનું સૌથી પ્રબળ સ્ત્રોત છે.

નબી ﷺ તૌહીદ બાબતે સૌથી વધારે ચિંતા કરી રહ્યા છે, તેમની તરફ ધ્યાન આપવા અને તેમને પોતાની કબર પર ખોટા કાર્યોનો સખત ડર આપને લાગી રહ્યો છે, અને આ ડર એટલા માટે હતો કે આ વસ્તુ શિર્ક સુધી લઈ જાય છે.

યહૂદીઓ અને નસ્રાની લોકો અને જેઓ કબરો પર નિર્માણ કરીને અને તેમને મસ્જિદ તરીકે ઈબાદત કરે છે તેમના પર લઅનત કરવી જાઈઝ (માન્ય) છે.

કબરો પર નિર્માણ એ યહૂદીઓ અને નસરાની લોકોના રિવાજોમાંથી એક છે, અને હદીષમાં તેનું અનુસરણ કરવાથી રોક્યા છે.

કબરોને મસ્જિદ તરીકે બનાવવી કે તેની તરફ નમાઝ પઢવામાં આવે ભલે ને ત્યાં મસ્જિદ ન બનાવી હોય, (તેના પર રોક લગાવી છે).

التصنيفات

તૌહીદે ઉલુહિયત