મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત…

મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત અને ખૂબ દાનવીર છો, તો નબી ﷺએ કહ્યું: «તમે આ પ્રમાણેની વાત કરી શકો છો, પરંતુ શેતાન તમને પોતાનો વકીલ ન બનાવી લે». (કે કોઈ એવી વાત કહી દો, જે મારી પ્રતિષ્ઠા પ્રમાણે ન હોય)

અબ્દુલ્લાહ બિન શિખ્ખીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું બનૂ આમિર કબીલાના જૂથ સાથે નબી ﷺની મજલિસમાં આવ્યો, મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત અને ખૂબ દાનવીર છો, તો નબી ﷺએ કહ્યું: «તમે આ પ્રમાણેની વાત કરી શકો છો, પરંતુ શેતાન તમને પોતાનો વકીલ ન બનાવી લે». (કે કોઈ એવી વાત કહી દો, જે મારી પ્રતિષ્ઠા પ્રમાણે ન હોય).

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

એક જૂથ નબી ﷺ પાસે આવ્યું, જ્યારે તેઓ નબી ﷺ ની સામે આવ્યા તો નબી ﷺ ના વખાણ કરવામાં કેટલાક એવા શબ્દો કહેવા લાગ્યા, જે નબી ﷺને પસંદ ન આવ્યા, તેઓએ કહ્યું: "તમે અમારા સરદાર છો", તો નબી ﷺ એ તેમને જવાબ આપ્યો: "સરદાર તો ફક્ત અલ્લાહ જ છે", તે પોતાની સૃષ્ટિ અને સમગ્ર સર્જન પર સંપૂર્ણ સત્તા ધરાવે છે, અને તે સૌ તેના બંદાઓ છે. તેઓએ કહ્યું: તમે અમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, તમને પ્રતિષ્ઠિતા,પદ અને સન્માન આપવામાં આવ્યું છે. અને તમે અમારા કરતા વધુ દાન કરનાર છો, અને તમે ખૂબ બુલંદ છો. નબી ﷺએ તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું કે તમે તમારા વાક્યો ખૂબ સાવચેતી સાથે કહો, અને શબ્દોમાં વધારો ન કરો, નહીં તો શેતાન તમને ગુલૂ (અતિશયોક્તિ) તરફ લઈ જશે અને જેના કારણે તમે હરામ કાર્ય શિર્ક અને તેના સ્ત્રોતમાં સપડાઈ જશો.

فوائد الحديث

નબી ﷺની પ્રતિષ્ઠિતા અને સહાબાઓના હૃદયમાં નબી ﷺ પ્રત્યે આદર અને સન્માન.

શબ્દોમાં અતિરેક કરવાથી રોક્યા છે, તેમજ વાતચીત કરવામાં મધ્યસ્થ માર્ગ અપનાવવામાં આવે.

તૌહીદનો વિરોધ કરનારી દરેક વાતો અને કાર્યોથી તેની સુરક્ષા કરવામાં આવે.

વખાણ કરવામાં અતિશયોક્તિ કરવી હરામ છે; કારણકે તે શૈતાનના દ્વાર માંથી છે.

નબી ﷺ આદમની સંતાનના સરદાર છે, પરંતુ જે હદીષમાં કહેવામાં આવ્યું છે, તે વિનમ્રતા રૂપે કહેવામાં આવ્યું છે, અને તે ભયથી કે તેઓ વખાણ કરવામાં ગુલૂ (અતિશયોક્તિ) ન કરવા લાગે.

التصنيفات

આપણાં નબી મોહમ્મદ ﷺ