?મારા તરફથી લોકોને અલ્લાહનો આદેશ પહોંચાડી દો ભલે એક આયત પણ કેમ ન હોય, અને બની ઈસ્રાઈલના લોકો સમક્ષ રજૂ કરો, તેમની…

?મારા તરફથી લોકોને અલ્લાહનો આદેશ પહોંચાડી દો ભલે એક આયત પણ કેમ ન હોય, અને બની ઈસ્રાઈલના લોકો સમક્ષ રજૂ કરો, તેમની સમક્ષ રજૂ કરવામાં કોઈ વાંધો નથી અને જે મારા પર જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺએ કહ્યુ: «મારા તરફથી લોકોને અલ્લાહનો આદેશ પહોંચાડી દો ભલે એક આયત પણ કેમ ન હોય, અને બની ઈસ્રાઈલના લોકો સમક્ષ રજૂ કરો, તેમની સમક્ષ રજૂ કરવામાં કોઈ વાંધો નથી અને જે મારા પર જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺએ આદેશ આપ્યો કે જો તમારી પાસે થોડું પણ જ્ઞાન હોય તો બીજા સુધી પહોંચાડો, ભલેને કુરઆનની નાની આયત હોય અથવા કોઈ હદીષ, પરંતુ શરત એ છે કે તમે જાણતા હોઇ. ફરી નબી ﷺ એ જણાવ્યું કે બની ઇસ્રાલના લોકોની તે સ્થિતિ વર્ણન કરવામાં કોઈ વાંધો નથી, જેનો આપણી શરીઅત સાથે વિરોધ ન હોય. ફરી નબી ﷺ એ પોતાના પર જૂઠ બાંધવાથી સચેત કર્યા, અને જણાવ્યું કે જે વ્યક્તિ પણ તેમના પર જૂઠી વાતો કહે છે તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે.

فوائد الحديث

આ હદીષમાં નબી ﷺ એ શરીઅત (કુરઆન અને હદીષના આદેશો) ને લોકો સુધી પહોંચાડવા પ્રત્યે પ્રોત્સાહન આપ્યું છે, કે માનવીએ દીનની તે વાતોને લોકો સુધી પહોંચાડવી જોઈએ, જે તેણે યાદ કરી છે અને સમજી છે, ભલેને તે થોડીક પણ કેમ ન હોય.

શરીઅતનું જ્ઞાન પ્રાપ્ત કરવું વાજિબ છે, જેથી માનવી અલ્લાહની ઈબાદત અને તેની શરીઅતને લોકો સુધી પહોંચાડવાનું કામ સારી રીતે કરી શકે.

કોઈ પણ હદીષને બીજા સુધી પહોંચાડતા પહેલા એ પુષ્ટિ કરી લેવી જોઈએ કે તે સહીહ છે કે નહીં, જેથી માનવી નબી ﷺ એ આપેલ સખત ચેતવણીથી બચી શકે.

આ હદીષમાં સામાન્ય વાતચીતમાં સત્ય બોલવા અને હદીષ વર્ણન કરતી વખતે સચેત રહેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી માનવી જૂઠું બોલવાથી બચી શકે, ખાસ કરીને અલ્લાહની શરીઅત બાબતે વધુ સચેત રહેવું જોઈએ.

التصنيفات

હદીષની મહત્ત્વતા અને તેનું સ્થાન, હદીષની મહત્ત્વતા અને તેનું સ્થાન, અલ્લાહ તરફ બોલાવવાનો આદેશ, અલ્લાહ તરફ બોલાવવાનો આદેશ