જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તેનો અમલ વ્યર્થ થઈ ગયો

જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તેનો અમલ વ્યર્થ થઈ ગયો

બુરૈદહ બિન હુસૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અસરની નમાઝ જલ્દી પઢી લો, કારણકે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તેનો અમલ વ્યર્થ થઈ ગયો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ અસરની નમાઝ તેના સમયથી જાણી જોઈને વિલંબ કરવાથી રોક્યા છે, જો કોઈ વ્યક્તિ આ કાર્ય કરશે તો તેનો અમલ બાતેલ ગણાશે અને તેના અમલ વ્યર્થ થઈ જશે.

فوائد الحديث

આ હદીષમાં અસરની નમાઝને તેના પ્રથમ સમયમાં પઢવામાં પર પ્રોત્સાહન આપ્યું છે.

જે વ્યક્તિ અસરની નમાઝ છોડી દે, તેના માટે સખત ચેતવણી, અસરની નમાઝ ન પઢવી અન્ય નમાઝને છોડવા કરતા વધુ સખત ગણવામાં આવે છે, કારણકે અલ્લાહ તઆલાએ ખાસ દરમિયાની નમાઝ વિશે કહ્યું: (નમાઝોની પાંબદી કરો, ખાસ કરીને અસરની નમાઝની) [અલ્ બકરહ: ૨૩૮].

التصنيفات

નમાઝ માટે ફર્ઝ આદેશ અને તેને છોડનાર માટેનો હુકમ