લખતા રહો, કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આનાથી સાચી વાત સિવાય કંઈ નથી નીકળતું

લખતા રહો, કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આનાથી સાચી વાત સિવાય કંઈ નથી નીકળતું

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: હું દરેક હદીષ, જે નબી ﷺ પાસેથી સાંભળતો તેને યાદ રાખવા માટે લખી લેતો હતો, તો કુરૈશના લોકોએ મને લખવાથી રોક્યો, અને કહ્યું કે શું તમે નબી ﷺ પાસેથી સાંભળેલી દરેક વાત લખી રહ્યા છો? જો કે નબી ﷺ માણસ છે, ખુશી અને ગુસ્સા બંને સ્થિતિમાં વાતો કરતા હોય છે, તો મેં લખવાનું છોડી દીધું, આ વિશે અલ્લાહના રસૂલ ﷺ ને જણાવ્યું તો નબી ﷺ એ પોતાની આંગળીથી પોતાના મોઢા તરફ ઈશારો કર્યો અને કહ્યું: «લખતા રહો, કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આનાથી સાચી વાત સિવાય કંઈ નથી નીકળતું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા એ કહ્યું: હું તે દરેક વસ્તુ જે નબી ﷺ પાસેથી સાંભળતો તેને યાદ રાખવા માટે લખી લેતો હતો, તો કુરૈશન લોકોએ મને રોક્યો, અને કહ્યું: અલ્લાહના રસૂલ તો એક માણસ છે, તેઓ ખુશી અને ગુસ્સાની બંને સ્થિતિમાં જોવા મળે છે, ક્યાંક ભૂલ થઈ શકે છે, તો મેં લખવાથી હાથ રોકી દીધા. આ વિશે મેં નબી ﷺ ને મેં જણાવ્યું, તો નબી ﷺ એ પોતાની આંગળી વડે મો તરફ ઈશારો કર્યો અને કહ્યું: લખતા રહો, કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, દરેક સ્થિતિમાં આ જબાન વડે સાચી વાત જ નીકળે છે, ખુશીમાં હોય કે ગુસ્સામાં. અલ્લાહ તઆલા એ પોતાના પયગંબર ﷺ વિશે જણાવ્યું: {તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત નથી કરતા.* જે કઈ તેઓ કહે છે, તે વહી હોય છે, જે તેમના પર ઉતારવામાં આવે છે.} [અન્ નજમ: ૩-૪].

فوائد الحديث

નબી ﷺ સર્વશક્તિમાન અલ્લાહનો જે કઈ આદેશ પહોંચાડી રહ્યા છે તેમ તેઓ નિર્દોષ છે, ખુશીમાં હોય કે ગુસ્સા બંને સ્થિતિમાં.

સહાબા રઝી અલ્લાહુ અન્હુમની હદીષ યાદ કરવા પ્રત્યે અને તેનો પ્રચાર કરવા બાબતે ગંભીરતા.

વાતમાં તાકીદ પેદા કરવા કસમ ખાવી જાઈઝ છે.

ઇલ્મની સુરક્ષા માટે એક મહત્વનો સ્ત્રોત તેનું લખાણ હોઈ શકે છે.

التصنيفات

હદીષની મહત્ત્વતા અને તેનું સ્થાન, હદીષને ભેગી કરવી, આપણાં નબી મોહમ્મદ ﷺ