લોકોમાં સૌથી મોટો ચોર નમાઝનો ચોર છે, જે પોતાની નમાઝમાં ચોરી કરે છે», કહ્યું: કોઈ પોતાની નમાઝમાં કંઈ રીતે ચોરી કરી…

લોકોમાં સૌથી મોટો ચોર નમાઝનો ચોર છે, જે પોતાની નમાઝમાં ચોરી કરે છે», કહ્યું: કોઈ પોતાની નમાઝમાં કંઈ રીતે ચોરી કરી શકે છે? કહ્યું: તે રુકૂઅ અને સિજદો પૂરેપૂરા નથી કરતો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «લોકોમાં સૌથી મોટો ચોર નમાઝનો ચોર છે, જે પોતાની નમાઝમાં ચોરી કરે છે», કહ્યું: કોઈ પોતાની નમાઝમાં કંઈ રીતે ચોરી કરી શકે છે? કહ્યું: તે રુકૂઅ અને સિજદો પૂરેપૂરા નથી કરતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ ઈબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ જણાવ્યું કે લોકો માંથી સૌથી મોટો ચોર જે પોતાની નમાઝમાં ચોરી કરતો હોય, એટલા માટે ક્યારેક તો ચોરી કરેલો માલ તેને દુનિયામાં ફાયદો પહોંચાડે છે, આવા ચોરની વિરુદ્ધ, આ તો પોતે પોતાના બદલા અને સવાબ માંથી ચોરી કરે છે, સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તે પોતાની નમાઝ માંથી કઈ રીતે ચોરી કરી શકે છે? આપ ﷺ એ કહ્યું કે તે રુકુઅ અને સિજદા બરાબર નથી કરતો, અર્થાત્ રુકૂઅ અને સિજદામાં અત્યંત ઉતાવળ કરે છે, જેના કારણે તે પૂરેપૂરા અને બરાબર નથી થઈ શકતા.

فوائد الحديث

સારી રીતે નમાઝ પઢવા અને તેના રુકનને શાંતિપૂર્વક અદા કરવાની મહત્ત્વતા.

રુકૂઅ અને સિજદો પૂરેપૂરી રીતે ન કરવાવાળાને ચોર કહેવામાં આવ્યા છે, અને તે હરામ કામ પર ચેતવણી આપી છે.

નમાઝમાં રુકૂઅ અને સિજદા સંપૂર્ણ કરવા જરૂરી છે, અને મધ્યસ્થ રીતે પણ હોવા જોઈએ.

التصنيفات

નમાઝના મૂળ કાર્યો, નમાઝનો તરીકો, નમાઝીઓ દ્વારા થતી ભૂલો