?સંબંધ જોડવા વાળો તે નથી જે બદલામાં સિલા રહેમી (સંબંધ) જોડે, પરંતુ સિલા રહેમી કરવા વાળો તે છે કે જ્યારે તેની સાથે…

?સંબંધ જોડવા વાળો તે નથી જે બદલામાં સિલા રહેમી (સંબંધ) જોડે, પરંતુ સિલા રહેમી કરવા વાળો તે છે કે જ્યારે તેની સાથે સંબંધ તોડવામાં આવે તો તે સંબંધ જોડે

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એ કહ્યુ: «સંબંધ જોડવા વાળો તે નથી જે બદલામાં સિલા રહેમી (સંબંધ) જોડે, પરંતુ સિલા રહેમી કરવા વાળો તે છે કે જ્યારે તેની સાથે સંબંધ તોડવામાં આવે તો તે સંબંધ જોડે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કે જે વ્યક્તિ સગા સંબંધીઓના સારા વ્યવહાર કરવા પર, સારો વ્યવહાર કરે તે એક આદર્શ વ્યક્તિ નથી, તે ઉપકારના બદલામાં ઉપકાર કરી રહ્યો છે. પરંતુ આ બાબતે આદર્શ વ્યક્તિ તે છે, જે બીજા લોકો તરફથી સંબંધ તોડવામાં આવે તો તે સંબંધ જાળવી રાખે, અને તેના સગા વહાલા તેની સાથે ખરાબ વર્તન કરે તો તે તેમની સાથે સારો વ્યવહાર કરે.

فوائد الحديث

શરીઅતની દ્રષ્ટિ પ્રમાણે સંબંધો જાળવી રાખવાનું કાર્ય ત્યારે જ યોગ્ય ગણાશે, જ્યારે સંબંધ તોડનાર સાથે પણ સંબંધ જોડવામાં આવે,અત્યાચાર કરવાવાળાઓને માફ કરી દેવામાં આવે, અને વંચિત રાખવાવાળાઓને આપવામાં આવે, તે સંબંધ જાળવી રાખ્યો ન કહેવાય જે બદલા રૂપે હોઇ.

સંબંધ જાળવી રાખવાનો અર્થ એ છે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી માલ, દુઆ, નેકી કરવાનો આદેશ આપવો અને બુરાઈથી રોકવું.

التصنيفات

અલ્ મુજતમિઉલ્ મુસ્લિમ (મુસ્લિમ સમુદાય), અલ્ મુજતમિઉલ્ મુસ્લિમ (મુસ્લિમ સમુદાય)