એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, તો તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત…

એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, તો તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)", તો નબી ﷺ એ કહ્યું: «શું તમે મને અલ્લાહનો ભાગીદાર બનાવી રહ્યા છો? (આવું નહીં પરંતુ) આમ કહો: "મા શાઅ અલ્લાહ વહદહ" (જે એકલો અલ્લાહ ઈચ્છે)

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, તો તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)", તો નબી ﷺ એ કહ્યું: «શું તમે મને અલ્લાહનો ભાગીદાર બનાવી રહ્યા છો? (આવું નહીં પરંતુ) આમ કહો: "મા શાઅ અલ્લાહ વહદહ" (જે એકલો અલ્લાહ ઈચ્છે)».

[આ હદીષની સનદ હસન દરજજાની છે] [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, ફરી તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)", તો નબી ﷺ એ તેની આ વાત નકારી કાઢી, અને જણાવ્યું કે "વાવ" શબ્દ વડે પણ સર્જનની ઈચ્છાને અલ્લાહની ઈચ્છા સાથે જોડવી એ શિર્કે અસગર (નાનું શિર્ક) છે, અને મુસલમાન માટે જાઈઝ (યોગ્ય) નથી કે તે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે, ફરી નબી ﷺ એ સાચું વાક્ય જણાવ્યું: "મા શાઅ અલ્લાહુ વહદહ" (જે ફક્ત એક અલ્લાહ ઈચ્છે), અને અલ્લાહને તેની ઈચ્છા અને ઈરાદામાં એકલો માનવામાં આવે, અને કોઇની પણ ઈચ્છાને અલ્લાહની ઈચ્છા સાથે જોડવી કોઈ પણ રીતે યોગ્ય નથી.

فوائد الحديث

આ હદીષમાં "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)" અને તેના જેવા અન્ય શબ્દો જેમકે "વાવ (અને)" નો ઉપયોગ કરી, માનવીની ઈચ્છાને અલ્લાહની ઈચ્છા સાથે જોડવાથી રોક્યા છે; કારણકે તે શિર્કે અસગર (નાનું શિર્ક) માંથી છે.

ખોટી વાતને નકારવી વાજિબ (જરૂરી) છે.

નબી ﷺએ તૌહિદની સુરક્ષા કરી અને શિર્કના માર્ગોને બંધ કર્યા.

નબી ﷺ નું અનુસરણ કરી, ખોટી વાતને દલીલ વડે સારી રીતે નકારવી જોઈએ.

આ હદીષમાં નબી ﷺ ની વાત: «"મા શાઅ અલ્લાહુ વહદહ" (જે એકલો અલ્લાહ ઈચ્છે» અને બીજી હદીષના શબ્દો: «"કહો: "મા શાઅ અલ્લાહ ષુમ્મ શિઅત" જે અલ્લાહ ઈચ્છે પછી તમે ઈચ્છો», જો કોઈ વ્યક્તિ કહે: «"મા શાઅ અલ્લાહ ષુમ્મ શિઅત" જે અલ્લાહ ઈચ્છે પછી તમે ઈચ્છો» તે તેમ કહેવું જાઈઝ છે, પરંતુ આ કહેવું: «"મા શા અલ્લાહુ વહદહ" (જે એકલો અલ્લાહ ઈચ્છે» વધુ શ્રેષ્ઠ છે, આ રીતે બંને હદીષોને એકઠી કરી સમજી શકાય છે.

તમારા માટે આ શબ્દો કહેવા જાઈઝ છે: «"મા શાઅ અલ્લાહ ષુમ્મ શિઅત" જે અલ્લાહ ઈચ્છે પછી તમે ઈચ્છો», પરંતુ આ શબ્દો કહેવા વધુ શ્રેષ્ઠ છે: «"મા શાઅ અલ્લાહુ વહદહ" (જે એકલો અલ્લાહ ઈચ્છે».

التصنيفات

તૌહીદે ઉલુહિયત