જે વ્યક્તિ પણ મારા તરફથી કોઈ વાત કહે અને તે સમજે કે આ વાત જૂઠ્ઠી છે, તો તે પણ બે જૂઠ્ઠાણા માંથી એક છે

જે વ્યક્તિ પણ મારા તરફથી કોઈ વાત કહે અને તે સમજે કે આ વાત જૂઠ્ઠી છે, તો તે પણ બે જૂઠ્ઠાણા માંથી એક છે

સમુરહ બિન જુનદુબ અને મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તે બંને એ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «જે વ્યક્તિ પણ મારા તરફથી કોઈ વાત કહે અને તે સમજે કે આ વાત જૂઠ્ઠી છે, તો તે પણ બે જૂઠ્ઠાણા માંથી એક છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે જે વ્યક્તિ પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા કોઈ પણ હદીષ વર્ણન કરે અને તે જાણતો હોય અથવા તેને શંકા હોય અથવા તેને યકીન હોય કે આ હદીષ જૂઠ્ઠી છે, તો તે જુઠ્ઠો છે, અને તેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તરફથી જૂઠ બાંધ્યું, અને રિવાયત કરનાર પણ તે જૂઠમાં ભાગીદાર છે.

فوائد الحديث

આ હદીષ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા હદીષ વર્ણન કરતાં પહેલા તેને સાચી હોવાની પુષ્ટિ કરવા પર પ્રોત્સાહિત કરે છે.

જૂઠ તે દરેક વ્યક્તિ પર લાગું પડશે, જેણે પોતે જૂઠ ઘડ્યું હોય, તે પણ અને જેણે તેને ફેલાવ્યું હોય તે પણ, અને જેણે લોકો વચ્ચે તેનો પ્રચાર કર્યો હોય તે પણ.

જાતે જ ઘડેલી હદીષ વર્ણન કરવી હરામ છે, જો કોઈ વ્યક્તિ જાણતો હોય કે આ હદીષ બનાવટી છે, અથવા તેને જૂઠી હોવા પર યકીન હોય તો તે ફક્ત તેની જૂઠી હોવા વિષે જણાવવા જ વર્ણન કરી શકે છે, અન્યથા નહીં.

التصنيفات

હદીષની મહત્ત્વતા અને તેનું સ્થાન, નિંદનીય અખલાક