જ્યારે તમે પોતાની હાજત પૂરી કરવા માટે આવો તો પેશાબ અથવા સંડાસ કરવી વખતે પોતાનું મોઢું કે પીઢ કિબલા તરફ ન કરો, પરંતુ…

જ્યારે તમે પોતાની હાજત પૂરી કરવા માટે આવો તો પેશાબ અથવા સંડાસ કરવી વખતે પોતાનું મોઢું કે પીઢ કિબલા તરફ ન કરો, પરંતુ પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ કરો

અબૂ અય્યૂબ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જ્યારે તમે પોતાની હાજત પૂરી કરવા માટે આવો તો પેશાબ અથવા સંડાસ કરવી વખતે પોતાનું મોઢું કે પીઢ કિબલા તરફ ન કરો, પરંતુ પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ કરો» અબૂ અય્યુબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: અમે શામ શહેર તરફ આવ્યા, તો અમે જોયું કે શૌચાલયો કઅબા તરફ બનાવમાં આવ્યા હતો, તો જ્યારે અમે (પોતાની હાજત પૂરી કરવા માટે ગયા તો) બીજી દિશા તરફ બેઠા અને અલ્લાહ પાસે માફી માંગી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાની હાજત પૂરી કરનાર અર્થાત્ પેશાબ અથવા શૌચ કરનારને કિબલા અને કઅબા તરફ મોઢું અથવા પીઠ કરવાથી રોક્યા છે, પરતું તેણે પૂર્વ કે પશ્ચિમ તરફ બેસવું જોઈએ, જો તેનો પણ કિબલો મદિનહના લોકોનો કિબલો હોય. ફરી અબૂ અય્યુબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ જણાવ્યું કે અમે શામ શહેર તરફ આવ્યા તો જોયું કે ત્યાં શૌચાલયો કિબલા તરફ બનાવવામાં આવ્યા હતાં, તો તેઓ કિબલા તરફથી હઠી બીજી દિશા તરફ બેઠા, અને હાજત પૂરી કર્યા પછી અલ્લાહ પાસે ક્ષમા પણ માંગી.

فوائد الحديث

કઅબાની પવિત્રતા અને તેની મહાનતાના કારણે શૌચાલયમાં કિબલા તરફ મોઢું કે પીઢ કરવાથી રોકવામાં આવ્યા છે.

હાજત પૂરી કરી જે જગ્યાએથી નીકળીએ તો ત્યાં ઇસ્તિગફાર (માફી માંગવી) કરવો જોઈએ.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નો શિક્ષા આપવાનો શ્રેષ્ઠ તરીકો કે પ્રતિબંધ કાર્યોની સાથે સાથે જાઈઝ કાર્યો તરફ પણ માર્ગદર્શન આપ્યું.

التصنيفات

ગંદકી દૂર કરવાની રીત, પેશાબ પાખાનાના અદબ