?તમે લોકો મારી બાબતે અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓએ મરીયમના પુત્ર (ઈસા અ.સ.) વિષે કર્યો, હું તો…

?તમે લોકો મારી બાબતે અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓએ મરીયમના પુત્ર (ઈસા અ.સ.) વિષે કર્યો, હું તો ફક્ત અલ્લાહનો બંદો છે, એટલા માટે તમે મને અલ્લાહના બંદા અને તેનો રસૂલ કહો

ઉમર બિન ખત્તાબ રઝી. રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «તમે લોકો મારી બાબતે અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓએ મરીયમના પુત્ર (ઈસા અ.સ.) વિષે કર્યો, હું તો ફક્ત અલ્લાહનો બંદો છે, એટલા માટે તમે મને અલ્લાહના બંદા અને તેનો રસૂલ કહો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ પોતાની પ્રસંશા બાબતે વધારો ન કરવા અને શરીઅતના પ્રતિબંધોને તોડવાથી રોક્યા છે, કે નબી ﷺ ની પ્રસંશા અલ્લાહના ખાસ નામો અને ગુણો વડે કરવામાં આવે, અથવા એ કે નબી ﷺ ગેબની બાબતો જાણે છે, અથવા તેમને અલ્લાહની સાથે પોકારવામાં આવે છે, જેવુકે ઈસાઈઓએ ઇસા બિન મરયમ અલૈહિસ્ સલામ સાથે કર્યું. ફરી નબી ﷺ એ જણાવ્યું કે તેઓ તો ફક્ત અલ્લાહના બંદા છે અને સહાબાઓને આદેશ આપ્યો કે તેઓ ફકત તેમને અલ્લાહના બંદા અને રસૂલ કહે.

فوائد الحديث

આ હદીષમાં પ્રસંશા બાબતે શરીઅતની હદ વટાવવાથી ચેતવણી આપવામાં આવી છે; કારણે કે શિર્ક તરફ લઈ જાય છે.

જે બાબતોથી નબી ﷺ એ પોતાની કોમને સચેત કર્યા હતા તેઓ તેમાં સપડાઈ ગયા, જ્યારે કે એક જૂથ નબી ﷺ બાબતે હદથી વધી ગયું, અને બીજા જૂથે નબી ﷺ ના ઘરવાળાઓ બાબતે હદ વટાવી દીધી, અને ત્રીજા જૂથે નેક લોકો બાબતે હદ વટાવી દીધી, તો તેઓ શિર્કમાં સપડાઈ ગયા. (હદ વટાવવાનો અર્થ એ કે તેમની પ્રસંશા કરવામાં તેઓએ અતિશયોક્તિ કરી).

નબી ﷺ એ પોતાને અલ્લાહનો બંદો જણાવ્યો, તે જાહેર કરવા માટે કે તેઓ અલ્લાહ પાસેથી તાલીમ મેળવેલા બંદા છે, અને જે ગુણો અલ્લાહ માટે ખાસ છે, તેની સાથે સરખામણી કરવી જાઈઝ નથી.

નબી ﷺ એ પોતાને આ હદીષમાં અલ્લાહના રસૂલ છે તે જણાવ્યું, એ જાહેર કરવા માટે કે તેઓ અલ્લાહ તરફથી મોકલેલ પયગંબર છે; એટલા માટે તેમના પર ઈમાન લાવવામાં આવે અને તેમનું અનુસરણ કરવામાં આવે.

التصنيفات

તૌહીદે ઉલુહિયત