કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, જો કોઈ કોઈને તકલીફ પહોંચાડશે તો તેને અલ્લાહ તેને તકલીફ પહોંચાડશે અને જે કોઈના પર સખતી…

કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, જો કોઈ કોઈને તકલીફ પહોંચાડશે તો તેને અલ્લાહ તેને તકલીફ પહોંચાડશે અને જે કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તઆલા તેના પર સખતી કરશે

અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, જો કોઈ કોઈને તકલીફ પહોંચાડશે તો તેને અલ્લાહ તેને તકલીફ પહોંચાડશે અને જે કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તઆલા તેના પર સખતી કરશે».

[સહીહ બિશવાહિદીહી] [આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ જણાવ્યું કે દરેક પ્રકારના નુકસાનને પોતાનાથી અને અન્ય લોકોથી પણ દૂર રાખવા જરૂરી છે, એટલા માટે કોઈના માટે જાઈઝ નથી કે તે પોતાને અને અન્ય લોકોને બરાબર નુકસાન પહોંચાડે. નુકસાનનો બદલો નુકસાન વડે આપવો હરામ છે, એટલા માટે કે નુકસાન, તકલીફ આપવાથી દૂર નથી થતી, હા કિસાસનો મસઅલો અલગ છે, તેને ગણવામાં નહીં આવે. પછી આપ ﷺ એ લોકોને નુકસાન પહોંચાડનાર અને લોકો પર સખતી કરનારાઓને સખત ચેતવણી આપી છે.

فوائد الحديث

બરાબર કરતા વધારે બદલો લેવા પર રોક.

અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓને કોઈ પણ નુકસાનકારક વસ્તુઓ નો આદેશ નથી આપ્યો.

પોતાની વાત તથા કાર્ય દ્વારા અથવા કોઈ કયાંથી દૂર રહી કોઈને પણ નુકસાન પહોંચાડવું યોગ્ય છે ન તો તેની અનુમતિ આપવામાં આવી છે.

બદલો બરાબર સરાબર લેવામાં આવશે એટલા માટે જો કોઈ કોઈને તકલીફ પહોંચાડશે તો અલ્લાહ તેને તકલીફ પહોંચાડશે અને જો કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી કરશે.

શરીઅતનો મૂળ કાયદો: શરીઅત નુકસાન પહોંચાડવાનો યોગ્ય નથી સમજતી, અને નુકસાન પહોંચાડવાનો ઇન્કાર કરે છે.

التصنيفات

ફિકહ માટે કાયદા તેમજ નિયમો