શું તું અઝાનનો અવાજ સાંભળે છે?» તેણે કહ્યું: હા, તો નબી ﷺ એ કહ્યું: «તો તેનો જવાબ આપ» (અર્થાત્ નમાઝ પઢવા માટે મસ્જિદમાં…

શું તું અઝાનનો અવાજ સાંભળે છે?» તેણે કહ્યું: હા, તો નબી ﷺ એ કહ્યું: «તો તેનો જવાબ આપ» (અર્થાત્ નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાઓ)

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ટેકો આપી મસ્જિદ લાવનાર કોઈ નથી, અર્થાત્ તેમણે નબી ﷺ પાસે ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી માંગી, તો નબી ﷺ એ તેને પરવાનગી આપી દીધી, જ્યારે તે પાછો ફર્યો તો નબી ﷺ એ તેને ફરી બોલાવ્યો અને કહ્યું: «શું તું અઝાનનો અવાજ સાંભળે છે?» તેણે કહ્યું: હા, તો નબી ﷺ એ કહ્યું: «તો તેનો જવાબ આપ» (અર્થાત્ નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાઓ).

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવીને કહે છે કે હે અલ્લાહના રસૂલ ! મારી મદદ કરનાર કોઈ નથી કે તે મારો હાથ પકડી મને પાંચેય નમાઝ માટે મસ્જિદ તરફ લઈ આવે, હકીકતમાં તે વ્યક્તિ ઈચ્છતો હતો કે નબી ﷺ તેને ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી આપી દે, તો નબી ﷺ એ અનુમતિ આપી દીધી, પરંતુ જ્યારે તે પાછો જવા લાગ્યો, તો નબી ﷺ એ તેને બોલાવ્યો અને કહ્યું: શું તમે અઝાન સાંભળો છો? તેણે જવાબ આપ્યો: હા, હું સાંભળું છું, તો નબી ﷺ એ કહ્યું: તો તમારે નમાઝ માટે બોલાવનારનો જવાબ આપવો પડશે.

فوائد الحديث

નમાઝ જમાઅત સાથે પઢવી વાજિબ છે; કારણકે છૂટ તે વસ્તુમાં આપવામાં આવે છે, જે વાજિબ અને જરૂરી હોય.

આ હદીષમાં વર્ણવેલ શબ્દ: «તો તમે તેનો જવાબ આપો» (નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાઓ) થી જાણવા મળે છે કે અઝાન સાંભળનાર વ્યક્તિ માટે જરૂરી છે કે મસ્જિદમાં આવી નમાઝ પઢે, કારણકે આદેશ તે કાર્યને વાજિબ હોવાનું સાબિત કરે છે.

التصنيفات

જમાઅત સાથે નમાઝ પઢવાની મહ્ત્વતા અને તેનો આદેશ