જે કોઈ કોઈને નુકસાન પહોંચાડશે તો અલ્લાહ તેને નુકસાન પહોંચાડશે અને જે કોઈ કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી…

જે કોઈ કોઈને નુકસાન પહોંચાડશે તો અલ્લાહ તેને નુકસાન પહોંચાડશે અને જે કોઈ કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી કરશે

અબૂ સિર્મહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ કોઈને નુકસાન પહોંચાડશે તો અલ્લાહ તેને નુકસાન પહોંચાડશે અને જે કોઈ કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી કરશે».

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ કોઈ પણ મુસલમાનને કંઈ પણ તકલીફ પહોંચાડવા અથવા તેના કોઈ પણ મામલામાં સખતી કરવાથી રોક્યા છે, તેને પોતાને, તે નુકસાનનો સંબંધ તેના પ્રાણ તથા માલ અથવા તેના પરિવાર સાથે હોય, નબી ﷺ એ જણાવ્યું કે જો કોઈ એવું કરશે, અર્થાત્ તકલીફ આપશે તો અલ્લાહ તઆલા તેને તેના અમલ બરાબર સજા અથવા બદલો આપશે.

فوائد الحديث

મુસલમાનને નુકસાન પહોંચાડવું અથવા તેને તકલીફ પહોંચાડવવી હરામ છે.

અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માટે બદલો લે શે.

التصنيفات

અલ્ વલાઅ વલ્ બરાઅના આદેશો