?કોઈ તમારી પાસે એવી સ્થિતિમાં આવે કે તમે કોઈ વ્યક્તિને પોતાનો સરદાર સ્વીકાર કરી તેના આદેશ મુજબ ચાલી રહ્યા હોય,…

?કોઈ તમારી પાસે એવી સ્થિતિમાં આવે કે તમે કોઈ વ્યક્તિને પોતાનો સરદાર સ્વીકાર કરી તેના આદેશ મુજબ ચાલી રહ્યા હોય, તેમજ તે તમારી એકતામાં ભંગ પડાવવા ઈચ્છે, અથવા તમારા જૂથમાં વિવાદ ઉભો કરવા માંગતો હોય તો તમે તે વ્યક્તિને કતલ કરી દો

અરફજહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ તમારી પાસે એવી સ્થિતિમાં આવે કે તમે કોઈ વ્યક્તિને પોતાનો સરદાર સ્વીકાર કરી તેના આદેશ મુજબ ચાલી રહ્યા હોય, તેમજ તે તમારી એકતામાં ભંગ પડાવવા ઈચ્છે, અથવા તમારા જૂથમાં વિવાદ ઉભો કરવા માંગતો હોય તો તમે તે વ્યક્તિને કતલ કરી દો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જ્યારે મુસલમાનનો એક હાકિમ હોય અને એક જ જમાઅત હોય, તેમાં એક વ્યક્તિ તે શાસકની અવગણના કરવા માટે આવે તેમજ મુસલમાનોના એક જૂથમાં ભંગ પડાવી, વિવધ જૂથ ઉભા કરે, જરૂરી છે કે તેને રોકવામાં આવે અને તેને કતલ કરી દેવામાં આવે, જેથી તેની બુરાઈથી લોકોને બચાવવામાં આવે અને મુસલમાનોના લોહીની સુરક્ષા થઈ શકે.

فوائد الحديث

મુસલમાનોના શાસકોનું અનુસરણ કરવું જરૂરી છે અને તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર ફેલાવવો હરામ છે.

જે વ્યક્તિ કોઈ એવા મુસલમાન શાસક વિરુદ્ધ બળવો કરે, જેના પર મુસલમાન જૂથ સંમત હોય, તે વ્યક્તિનું કતલ કરવું જરૂરી છે, ભલેને તે નસબ અને ખાનદાન પ્રમાણે કેટલાય ઉંચા પદ પર કેમ ન હોય.

આ હદીષમાં એકતાને અપનાવવિ અને વિવાદથી દુર રહેવા પર પ્રોત્સાહન આપ્યું છે.

التصنيفات

ઇમામ વિરુદ્ધ જવું, ઇમામ વિરુદ્ધ જવું