હે અલ્લાહ ! જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમને સખતીમાં નાખી દે તો તું પણ તેને સખતીમાં નાખી…

હે અલ્લાહ ! જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમને સખતીમાં નાખી દે તો તું પણ તેને સખતીમાં નાખી દે, જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમની સાથે નરમી કરે તો તું પણ તેમની સાથે નરમી કર

આયશા રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે મેં આપ ﷺ ને મારા ઘરમાં આ શબ્દો કહેતા સાંભળ્યા: «હે અલ્લાહ ! જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમને સખતીમાં નાખી દે તો તું પણ તેને સખતીમાં નાખી દે, જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમની સાથે નરમી કરે તો તું પણ તેમની સાથે નરમી કર».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ તે દરેક મુસ્લિમ માટે દુઆ કરી છે જે બદદુઆ (શ્રાપ) કરી છે, જે મુસલમાનના કોઈ કાર્યોની જવાબદારી હાથમાં લે, તે જવાબદારી નાની હોય કે મોટી, તે જવાબદારી સામાન્ય હોય કે વિશિષ્ટ (ખાસ) હોય, જો તેણે તેમના પર સખતી કરી અને નરમીથી કામ ન લીધું તો અલ્લાહ તઆલા પણ તેને તેના જેવો જ બદલો આપશે, અને કાયદો છે કે બદલો અમલ પ્રમાણે આપવામાં આવે છે. અને જો તે નરમી ભર્યો વ્યવહાર કરશે અને તેમના માટે આસાની કરશે, તો અલ્લાહ તઆલા પણ તેના માટે નરમી કરશે અને આસાની કરશે.

فوائد الحديث

તે દરેક વ્યક્તિ જેને મુસલમાનોની કોઈ જવાબદારી સોંપવામાં આવે તો તે શક્ય હોય એટલી નરમી કરે.

અલ્લાહ બંદાને તેના કાર્યોની ગુણવત્તા અનુસાર બદલો આપે છે.

નરમી અને સખતી બન્ને માટે માપદંડ તે નક્કી થશે, જે કુરઆન અને સુન્નત વિરુદ્ધ ન હોય.

التصنيفات

ભવ્ય ઇમામની પસંદગી માટેની શરતો, આપ સલ્લલાહુ અલયહી વસલ્લમની કરુણા