إعدادات العرض
1- ?આ કુરઆનની હિફાજત (દેખરેખ) કરો, કસમ છે, તે હસ્તીની, જેના હાથમાં મુહમ્મદની જાન છે, આ કુરઆન લોકોના દિલો માંથી નીકળવા બાબતે તે ઊંટ કરતાં પણ વધુ જડપી છે જેણે દોરડા વડે બાંધી દેવામાં આવ્યું હોય
2- ?તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે કુરઆન શીખે અને શીખવાડે
3- ?તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય
4- ?જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે
5- ?જે વ્યક્તિ અલ્લાહની કિતાબ માંથી એક શબ્દ પઢશે તો તેના માટે એક નેકી લખવામાં આવશે અને એક નેકીનો સવાબ દસ નેકી બરાબર લખવામાં આવે છે
6- ?અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે
7- ?તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન પઢે છે, સિટ્રોન (એક પ્રકારનું નારંગી જેવું ફળ) જેવુ છે, જેની સુગંધ પણ સારી હોય છે અને સ્વાદ પણ, અને તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન નથી પઢતો, ખજૂર જેવુ છે, જેનો સ્વાદ તો સારો છે, પણ તેમાં સુગંધ નથી હોતી
8- ?કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે દુનિયામાં સારી રીતે રુકી રુકીને પઢતા હતા, તમારી છેલ્લી મંજિલ તે રહેશે, જ્યાં તમે કુરઆન મજીદની છેલ્લી આયત પઢીને રૂકશો
9- હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [સૂરે બકરહ: ૨૫૫], આપ ﷺ એ મારી છાતી પર એક હાથ માર્યો (શાબાશી આપવા માટે) અને કહ્યું: «અલ્લાહની કાસમ ! હે અબુ મુનઝિર ! તમને ઇલ્મ મુબારક
10- આપ ﷺ દરરોજ રાત્રે જ્યારે પથારી પર આરામ કરવા માટે આવતા તો પોતાની બન્ને હથેળીઓને ભેગી કરતા અને {قُلْ هُوَ اللهُ أَحَدٌ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}