શરીઅતના આદાબ

શરીઅતના આદાબ

31- આ ચાર આદતો જે વ્યક્તિમાં હોય, તે પાકો મુનાફિક ગણવામાં આવશે, અને જે વ્યક્તિમાં આ ચારેય આદતો માંથી કોઈ એક આદત હશે તો જ્યાં સુધી તે તેને છોડી ન દે ત્યાં સુધી તે પણ મુનાફિક જ ગણાશે, (તે ચાર આદતો આ છે): જ્યારે વાત કરે તો જૂઠ્ઠું બોલે, જ્યારે તેને અમાનત સોંપવામાં આવે તો તેમાં ખિયાનત કરે, જ્યારે તો વાયદો કરે તો વાયદો પૂરો ન કરે અને જ્યારે ઝઘડો કરે તો અપશબ્દો બોલે

46- એક મુસલમાનના બીજા મુસલમાન પર છો હકો છે» કહેવામાં આવ્યું હે અલ્લાહના પયગંબર! કયા કયા?, આપ ﷺએ કહ્યું: «જ્યારે તેની સાથે મુલાકાત કરો તો સલામ કરો, અને જો તે તેમને આંમત્રણ આપે, તો તેનું આમંત્રણ સ્વીકારો, અને જ્યારે તે તમારી પાસે સલાહ મશવરો માંગે, તો તેને યોગ્ય સલાહ આપો, જ્યારે તેને છીંક આવે, અને તે અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેના જવાબમાં યર્હમુકલ્લાહ્ કહેવું, અને જો તે બીમાર હોઇ તો ખબરગીરી કરવી, અને જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું