દુઆઓ અને ઝિકરનો ફીકહ

દુઆઓ અને ઝિકરનો ફીકહ

22- રબ્બિગ્ફિર્લી ખતિ અતી, વજહ્લી, વઇસ્રાફી ફી અમ્રી કુલ્લિહિ, વમા અન્ત અઅલમુ બિહિ મિન્ની, અલ્લાહુમ્મગ્ફિર્લી ખતાયાય, વઅમ્દી વજહ્લી વહઝ્લી, વકુલ્લુ ઝાલિક ઇન્દી, અલ્લાહુમ્મગ્ફિર્લી, મા કદ્દમ્તુ વમા અખ્ખર્તુ, વમા અસ્રર્તુ, વમા અ-અલન્તુ, અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર, વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" હે અલ્લાહ ! મારી ભૂલો, મારી અજ્ઞાનતા અને મારી બાબતે મેં કરેલ અતિરેક અને તે દરેક વાતો, જેને તું મારા કરતાં વધુ જાણે છે, તેને માફ કરી દે, હે અલ્લાહ ! જે કાર્ય મેં ખૂબ જ ગંભીરતાથી કર્યું અને જે મજાક મજાકમાં કર્યું હોય, જે જાણી જોઈને અને જે અજાણતામાં થઈ ગઈ હોય, તે દરેકને તું માફ કરી દે, અને આ દરેક મારાથી થઈ છે, (હું એનો એકરાર કરું છું), હે અલ્લાહ ! તું મારા આગળના અને પાછળના અને જે મેં છૂપી રીતે કર્યા હોય કે જાહેરમાં અને તું મારા કરતાં વધુ જાણે છે, મારા દરેક ગુનાહને માફ કરી દે, તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે

34- કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ, અલ્લાહુ અકબર કબીરા, વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા, સુબ્હાનલ્લાહિ રબ્બિલ્ આલમીન, લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અઝીઝિલ્ હકીમ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી,અલ્લાહ સૌથી મોટો છે, ખૂબ જ મોટો છે, અને દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે છે, ખૂબ જ વધારે, પવિત્ર અલ્લાહ જે સંપૂર્ણ દુનિયાનો પાલનહાર છે, કોઈ નેકી કરવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે અને કોઈ ગુનાહથી બચવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે. જે પ્રભુત્વશાળી અને હિકમત વાળો છે)

47- હવાને ગાળો ન આપો, બસ જ્યારે તમે કોઈ નાપસંદ વસ્તુ જુઓ, તો કહો: "અલ્લાહુમ્મ ઇન્ના નસ્અલુક મિન ખૈરિ હાઝિહિર્ રીહિ વ ખૈરિ મા ફીહા વ ખૈરિ મા ઉમિરત બિહિ, વનઅઊઝુબિક મિન શર્રિ શર્રિ હાઝિહિર્ રીહિ વ શર્રિ મા ફીહા વ શર્રિ મા ઉમિરત બિહિ" (હે અલ્લાહ! અમે તારી પાસે આ હવાની ભલાઈ નો સવાલ કરીએ છીએ અને એ વસ્તુંની ભલાઈની જે તેમાં છે, અને તે વસ્તુની ભલાઈનો જેની સાથે તે મોકલવામાં આવી છે, અને અમે તારી પનાહ માગીએ છીએ આ હવાની બુરાઈથી અને તે વસ્તુની બુરાઈથી જે તેમાં છે અને તે વસ્તુની બુરાઈથી જેની સાથે તે મોકલવામાં આવી છે)