ફિકહ અને તેના નિયમો

ફિકહ અને તેના નિયમો

79- હું એવો વ્યક્તિ હતો જેને ખૂબ જ મઝી (ગુપ્તાંગના રસ્તેથી નિકળતું ચીકણું પાણી) નીકળતું હતું, અને મને શરમ આવતી હતી હું નબી ﷺ ને આ વિષે સવાલ કરું; કારણકે તેમની દીકરીના કારણે મારું તેમની પાસે અલગ સ્થાન હતું, તો મેં મિકદાદ બિન અસ્વદને આદેશ આપ્યો કે આ વિષે સવાલ કરો, તો તેમણે સવાલ કર્યો તો નબી ﷺ એ કહ્યું: «પોતાના ગુપ્તાંગને ધોઈ લો અને વઝૂ કરો

123- જે વ્યક્તિ અઝાન કહેનારની અઝાન સાંભળી કહે "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ, રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે

138- જે વ્યક્તિ અઝાન સાંભળ્યા પછી આ શબ્દો કહે: "અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિત્તામ્મતિ, વસ્સલાતિલ્ કાઇમતિ આતિ મુહમ્મદનિલ્ વસીલત વલ્ ફઝીલહ, વબ્અષહુ મકામમ્ મહમુદલ્લઝી વઅદ્તહુ" (હે અલ્લાહ ! આ સંપૂર્ણ દઅવત અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર! અમારા પયગંબર (મુહમ્મદ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમ ને વસિલો અને ઉપલબ્ધિ આપ અને તેમને મહમૂદ નામની જગ્યાએ પહોંચાડ, જેના વિશે તારું વચન છે), તો કયામતના દિવસે તેના માટે આપ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમની ભલામણ અનિવાર્ય થઈ જશે